વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારાનાં નવનિર્મિત બસ સ્ટેશનની બાજુમાં ગેરકાયદેસર શેડ બનાવી રેસ્ટોરન્ટ ચલાવતા ઈસમને એસટી વિભાગે સીલ કરી કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે… મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સાપુતારા ખાતે અધ્યતન સુવિધાઓ ધરાવતુ બસ સ્ટેશનનું નિર્માણ કર્યા બાદ વર્ષોથી ગેરકાયદેસર શેડ બનાવી રેસ્ટોરન્ટ ચલાવતા ઈસમ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગિરિમથક સાપુતારા ખાતે બસ સ્ટેન્ડમાં વર્ષોથી એસ ટી વિભાગનાં અધિકારી સાથે સેટિંગ કરી ગેરકાયદેસર શેડ બનાવી મોટાપાયે વેપલો કર્યો હતો,પરંતુ હાલ રાજ્ય સરકારે અધ્યતન સુવિધાઓ ધરાવતું બસ સ્ટેશન બનાવતા વર્ષોથી ગેરકાયદેસર કેન્ટીંગ બનાવી વેપલો કરતા ગણપત પુરોહિતનો ઈજારો અન્ય ઇજારદારે લઈ લેતા બસ સ્ટેશનની બાજુમાં ગણપત પુરોહિતે ગેરકાયદેસર શેડ બનાવી વેપલો ચાલુ જ રાખતા એસટી વિભાગે કડક કાર્યવાહી કરી બસ સ્ટેશનની બાજુમાં આવેલ ગેરકાયદેસર કેન્ટીન ને શીલ મારી દેતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.આ બાબતે ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપો વિભાગનાં મેનેજર કે.એ.પરમારને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે હાલમાં હું બહાર ભોપાલ આવ્યો છું.જેથી આ બાબતે આવ્યા પછી વિગતો આપી શકીશ..