GUJARATMEGHRAJ

મેઘરજ : ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત ચેકડેમનું ખાતમુહર્ત કરાયું :સરકારની કોઈપણ સહાય વગર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ચેકડેમ નુ કામ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન અંતર્ગત ચેકડેમનું ખાતમુહર્ત કરાયું :સરકારની કોઈપણ સહાય વગર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ચેકડેમ નુ કામ

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક એક ટીપુ પાણી બચાવો જે અનુસંધાને દિલીપભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ મેઘરજ તાલુકામાં શિવરાજપુર સ્મશાનની બાજુમાં ખરાડી ફળિયાના વાઘા પર ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું હતું તો બીજી બાજુ ,આઢોડીયા અને ઊંડવા ગામ વચ્ચેની નદી ઉપર ચેકડેમનું મુહર્ત કરવામાં આવ્યું જેમાં આ ઉદઘાટનમાં કિસાન સંઘના પ્રમુખ કચરાભાઈ પટેલ મંત્રી રમણભાઈ એપીએમસીના વાઇસ ચેરમેન ડાયાભાઈ પટેલ ઉંડવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને સામાજિક કાર્યકર્તા પટેલ દીપકકુમાર બી ઉપસ્થિત રહ્યા અને અન્ય આગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા આ તબક્કે તમામ ખેડૂતો અગ્રણીઓએ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો ખુબ આભાર માની અને સંકલ્પ કર્યો આપણે બધા થઈને એક એક ટીપું પાણી બચાવીએ અને ધરતીને લીલી કરીએ ફરીથી એકવાર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!