
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સરકારી સંસ્થા કૃષિ ભારતી કો.ઓપરેટીવ લિ. (કૃભકો) દ્વારા મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના સભાખંડ ખાતે સહકારી શિક્ષણ પરિષદનું આયોજન
સરકારી સંસ્થા કૃષિ ભારતી કો.ઓપરેટીવ લિ. (કૃભકો) દ્વારા મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના સભાખંડ ખાતે સહકારી શિક્ષણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે કરી હતી
આ પ્રસંગે તાલુકા ખરીદ વેચાણ સંધના ચેરમેન મોતીભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન રમેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અનિલભાઈ, જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ મનાત, તેમજ કૃભકો મહેસાણાના એરિયા મેનેજર પી.એલ. કૈલા અને વ.ક્ષેત્રીય પ્રતિનિધિ કૃભકો અરવલ્લી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સેવા સહકારી સંસ્થાઓના સેક્રેટરીઓ, ખેડુતો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ નૃસમૂહ ગાનથી કરવામાં આવી હતી અને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો.આ અવસરે કૃભકોના નિષ્ણાતોએ રાસાયણિક તથા જૈવિક ખાતરો, માઈકો રાઈઝ, રાઈજો સુપર, સિવારિક વગેરે ઉત્પાદનોના ઉપયોગથી જમીન તથા પર્યાવરણ જાળવણી સાથે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની વિગતવાર માહિતી આપી હતી.





