
અરવલ્લી
અહેવાલ:- હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી પોલીસે નીલકંઠ મહાદેવ પાસે અમદાવાદ લઈ જવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો ,1 આરોપીની ધરપકડ – 31 ડિસેમ્બર ને લઇ યુવાનો ગાંજાના રવાડે ચડ્યા.!!!
મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નીલકંઠ મહાદેવ મંદિર નજીક આવેલા વિસ્તારમાં ચેકપોસ્ટ દરમિયાન પોલીસે વેગનઆર કારની તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાન તરફથી અમદાવાદ ખાતે લઈ જવાતો ગાંજો વેગનઆર ગાડીની બોનેટની આડમાં સંતાડી પરિવહન કરવામાં આવતો હતો. પોલીસે કુલ 2.510 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની અંદાજીત કિંમત રૂ. 1,25,000 થાય છે.આ કાર્યવાહી દરમિયાન આરોપી રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (રહે. વહેલાલ, અમદાવાદ) ને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ગાંજો પુરો પાડનાર તરીકે નારણભાઈ (રહે. પુંજપુર, ડુંગરપુર, રાજસ્થાન) સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે વેગનઆર ગાડી નંબર GJ-27-TF-3898 (અંદાજીત કિંમત રૂ. 3 લાખ) સહિત ગાંજા સાથે કુલ રૂ. 4,40,500/- નો મુદામાલ જપ્ત કર્યો છે.આ મામલે ઇસરી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 20(2)(બી) તથા 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






