
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ :- ગંદકીથી ખદખદતું કસાણા ગામ – ગ્રામ્ય વિસ્તારમાં ગટરલાઈનનું કામ માત્ર નામ પૂરતું..? રસ્તાઓ પર ગટરનું પાણી વહી રહ્યું છે – ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી
ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્ય માટે વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામડાઓમાં ગટરલાઈનના કામો માટે લાખો રૂપિયાની રકમ ખર્ચવામાં આવે છે. પરંતુ મેઘરજ તાલુકાના કસાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કસાણા ગામમાં ગટરલાઈનનું કામ માત્ર કામ પૂરતું જ થયું હોય તેવો ચોંકાવનારો દૃશ્ય સામે આવ્યો છે.કસાણા ગામમાં ઠેરઠેર રસ્તાઓ પર ગટરનું ગંદુ પાણી વહેતું જોવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગટરલાઈનની સમયસર સફાઈ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે કસાણા પ્રાથમિક શાળા, દૂધ મંડળી, હોસ્પિટલ તેમજ સસ્તા અનાજની દુકાન તરફ જતા મુખ્ય રસ્તાઓ પર પણ ગંદકીનો ભરડો છે જ્યાંપહેલાઆરસીસીરસ્તાઓબનાવવામાંઆવ્યોહ હતો પરંતુ ત્યાં પાલસ્ટિકની પાઇપો નાખી ગટરલાઇન રસ્તો તોડીને બનાવવામાં આવી હતી જેને લઇ હવે આ પરિસ્થિતિ ઉદભવી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.આ ઉપરાંત કસાણા ગામથી ડેરીયા તરફ જતા માર્ગ પર પણ ગટરનું ગંદું પાણી ખુલ્લેઆમ વહેતું હોવાથી આવનજાવન કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના આક્ષેપો છે કે આ રસ્તા પરની ગટર લાઇન સાફ કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવામા આવી તો પણ સફાઈ થઈ રહી નથી જેને લઇ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે.સ્વચ્છતાની વાત તો બાજુએ રહી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગટરલાઈનની નિયમિત સફાઈ ન થતાં સમગ્ર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. ગ્રામજનોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોય તેવો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગામડાઓમાં કરાતા ગટરલાઈનના કામો સાચે વિકાસ માટે થાય છે કે માત્ર કાગળ પરના વિકાસ પૂરતા જ રહે છે…?આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી કસાણા ગ્રામ પંચાયત તાત્કાલિક કાર્યવાહી કરી ગટરલાઈન સાફ કરે અને ગામમાંથી ગંદકી દૂર કરે તેવી ગ્રામજનોએ જોરદાર માંગ ઉઠાવી છે.





