ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – કુણોલ ગામે ખેતેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – કુણોલ ગામે ખેતેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો

અરવલ્લી જિલ્લાના કુણોલ ગામમાં પૌરાણિક અને અતિ પ્રાચીન ખંડિત શિવલિંગનું નવ નિર્માણ કરી ત્રણ દિવસીય ખેતેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. તા. 13, 14 અને 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગામજનો હાજર રહ્યા હતા.સ્થાનિક માન્યતા અનુસાર આ ગામનું પ્રાચીન નામ કંકાવટી હતું અને અહીં નાગર બ્રાહ્મણો વસવાટ કરતા હતા. આશરે 700 વર્ષ અગાઉ લાખા વણઝારાએ હનુમાનજી મંદિર પાસે વાવ ખોદાવતા તે સમયે નજીકમાં પૌરાણિક શિવલિંગ પ્રગટ થયું હોવાનું કહેવાય છે. આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા શિવલિંગનું નવ નિર્માણ કરી વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ, યજ્ઞ અને પૂજા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!