
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – રાષ્ટ્રીય ત્રિવેદી મેવાડા સમાજની બેઠક મેઘરજના કંબરોડા ગામે યોજાઈ
મેઘરજ તાલુકાના કંબરોડા ગામ ખાતે આવેલ લકુલીશ આશ્રમમાં રાષ્ટ્રીય ત્રિવેદી મેવાડા સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશભરના મોટી સંખ્યામાં ભુદેવો હાજર રહ્યા હતા અને સમાજના સંગઠન તથા વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન આવનારા 2 થી 4 મે દરમિયાન રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજાનારા મહારુદ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ઉદયપુરમાં અંદાજિત 40 કરોડ રૂપિયાના ખર્ચે સમાજનું ભવ્ય ભવન બનાવવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી.સમાજને વધુ સંગઠિત, સુસંગઠિત અને સંસ્કારિક બનાવવા માટે આવા કાર્યક્રમો જરૂરી હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા આવી બેઠકોને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.બેઠક અંતે સમાજની એકતા અને પ્રગતિ માટે સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી.





