અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : અમદાવાદ દારુ પોહચે એ પહેલાં જ ઇસરી પોલિસે અલગ અલગ ત્રણ સ્કૂટી પર લઇ જવાતા દારુ સાથે અમદાવાદના 3 આરોપીને ઝડપી પાડયા
હાલ 31 ડિસેમ્બરના ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં દારુ ની રેલમછેલ અટકાવવા સારુ વિવિઘ જગ્યાએ પોલિસ દ્વારા વાહનો નું સઘન ચેકીંગ હાથ ધરવામા આવી રહયું છે અને કેટલાંક વાહનોમા ગુપ્ત ખાનામા લઇ જવાતા દારુ ને ઝડપી પાડવામાં પોલીસને સફરતા હાથ લાગતી હોય છે
મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં થઈને પણ અંદર ખાનગી રીતે દારૂની હેરાફેરી થતી હોઇ તેને અટકાવવા પોલિસ દ્વારા વોચ ગોઠવી દારુ ને અન્ય જગ્યાએ પોહચાડવા ના કીમિયાને અસફર બનાવવા માટે ઈસરી પોલીસ ને સફરતાં હાથ લાગી હતી જેમા અમદાવાદ મુકામે લઇ જવાતા દારુ ને ઝડપી પાડવામાં ઇસરિ પોલિસને સફળતાં હાથ લાગી હતી
ચોક્કસ બાતમીને આધારે ઇસરી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ત્રણ અલગ અલગ સ્કુટી પર લઇ જવાતા દારૂને અલગ અલગ જગાએથી જડપી પાડયો હતો જેમા ઈસરી પોલીસે ઝેરિયાવાડા ગામેથી 7920/- ના દારુ સાથે અમદાવાદના મયૂર રાયચંદ ને સ્કુટી સાથે ઝડપી પાડયો હતો જ્યારે રેલ્લાવાડા ગામે પાસેથી 10,200/- ના દારુ સાથે નવીન લાલચંદ ને સ્કુટી સાથે ઝડપી પાડયો તેમજ અન્ય એક ને પંચાલ ગામેથી કિંમત રૂપિયા 7920/- ના દારુ સાથે અમદાવાદના મનીષ જેઠાલાલ ને સ્કુટી સાથે ઇસરી પોલીસે ઝડપી પાડયા હતાં આમ અલગ અલગ ત્રણ સ્કુટી મારફતે અમદાવાદ પોહચાડવાના દારૂના કીમિયાંને અસફળ બનાવી ત્રણે આરોપીને પ્રોહિમુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં ઇસરી પોલિસને સફળતા હાથ લાગી હતી