
અરવલ્લી
અહેવાલ:- હિતેન્દ્ર પટેલ
મેઘરજ – પ્રજાસત્તાક દિને મેઘરજ ખાતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રચાર – ટેબલો ધ્વારા માહિતગાર કરવામાં આવ્યા
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના પાવન અવસરે મેઘરજ ખાતે પ્રાકૃતિક વિકાસ બોર્ડ, મેઘરજ તેમજ ખેતીવાડી અને બાગાયતી શાખાના સંયુક્ત આયોજન હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે માહિતીપ્રદ ટેબલો તૈયાર કરવામાં આવ્યો હતો.આ ટેબલામાં દેશી ગાય આધારિત ખેતીના લાભો, જીવામૃત, ઘનજીવામૃત, પ્રાકૃતિક ખાતર અને ઓછી ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે અંગેની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉપસ્થિત નાગરિકો અને ખેડૂતો દ્વારા ટેબલાને વિશેષ રસપૂર્વક નિહાળવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને રસાયણ મુક્ત અને ટકાઉ ખેતી તરફ પ્રોત્સાહન મળ્યું હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.





