GUJARATMEGHRAJ

મેઘરજ : રોલેશ્વર મહાદેવ મંદિરમા ચોરીનો બનાવ સામે આવ્યો, દાનપેટી તળાવ માંથી મળી આવી :ચોરીનો નિષ્ફળ પ્રયાસ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : રોલેશ્વર મહાદેવ મંદિરમા ચોરીનો બનાવ સામે આવ્યો, દાનપેટી તળાવ માંથી મળી આવી :ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ઉનાળાની ઋતુમાં ચોરીનો બનાવોમા એક પછી એક વધારો થતો જોવા મળી રહ્યો છે એક અઠવાડિયા પહેલા જ મોડાસાના સાકરીયા હનુમાનજી મંદિર ખાતે મંદિરમાં રહેલા હનુમાનજી મૂર્તિના આભૂષણો ચોરાયા હતા. તો બીજી બાજુ મેઘરજ માં આવેલ પંચાલ રોડ પર રોલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિના સમયે ચોરો એ ચોરીનો અંજામ આપ્યો હતો. જેમાં મળતી માહિતી અનુસાર વહેલી સવારે રોલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પૂજા અર્થ એ જતા હતા અને મંદિરમાં જતાં જોયુ તો મંદિરનું તાળું તૂટેલી હાલતમા જોવા મળ્યું હતું મંદિરમાં જોતા મંદિરની દાનપેટી જોવા મળેલ નહીં જેને લઇ પૂજારીએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેમાં ચોરે મંદિરના દાનપેટી ની ચોરી થઈ હતી અને આ દાન પેટી બાજુમાં આવેલા તળાવ માંથી મળી આવી હતી જોકે ચોરાયેલ દાન પેટી ના લોક તૂટેલી હાલતમા જોવા મળ્યા ન હતા જેના કારણે ચોરીનો  નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો હતો અને દાનપેટી સહીસલામત મળી આવી હતી.

Back to top button
error: Content is protected !!