મેઘરજ – SMC ગાંધીનગરની ટીમ ત્રાટકી : 7 લાખથી વધુના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા, ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ ગાંધીનગર ખાતે સાંતેજ વિસ્તારમાં કાકા નામના શક્સ ને પહોંચાડવાનો હતો,1 ટ્રિપના 10 હજાર લેતા હતા
છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં SMC ની કાર્યવાહીથી વહીવટદારો નો જીવ તારવે ચોંટ્યો હોય તેવો ઘાટ, ખુલ્લેઆમ વેચાતા દારૂના દૂષણ સામે સ્થાનિક વિવિધ પોલીસ શાંત થઈ ગઈ હોવાની પણ વાતો વહેતી થઈ

અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – SMC ગાંધીનગરની ટીમ ત્રાટકી : 7 લાખથી વધુના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા, ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ ગાંધીનગર ખાતે સાંતેજ વિસ્તારમાં કાકા નામના શક્સ ને પહોંચાડવાનો હતો,1 ટ્રિપના 10 હજાર લેતા હતા
છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં SMC ની કાર્યવાહીથી વહીવટદારો નો જીવ તારવે ચોંટ્યો હોય તેવો ઘાટ, ખુલ્લેઆમ વેચાતા દારૂના દૂષણ સામે સ્થાનિક વિવિધ પોલીસ શાંત થઈ ગઈ હોવાની પણ વાતો વહેતી થઈ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેઇડ દરમિયાન પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ કુલ રૂ.17,97,334 નો મુદ્દામાલ કબજે કર્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઘરજ તાલુકાના કાલીયાકુવા બોર્ડર તરફથી દારૂ ભરેલી ક્રેટા કાર આવવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે બેલ્યો ગામની સીમમાં વોચ ગોઠવી હતી.સાંજે લગભગ 6 વાગ્યાના સમયે શંકાસ્પદ ક્રેટા કાર (GJ-01-RL-8936) દેખાતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટ અને ડેકીમાં કાળા કપડાથી ઢાંકેલો મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી કુલ 1315 બોટલ અને બીયર ટીન મળી કુલ રૂ.7,87,334 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ.10 લાખ કિંમતની ક્રેટા કાર અને બે મોબાઇલ ફોન (રૂ.10,000) સહિત કુલ રૂ.17,97,334 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓની ઓળખ વિશાલ નાથુજી ધુલા (ઉ.39) અને જીવાલાલ સુખલાલ હુકસી (ઉ.32), બન્ને રહે. કાકરાદરા, તા. ડુંગરપુર, રાજસ્થાન તરીકે થઈ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ પોતાની કારનો સાચો નંબર (GJ-13-AH-5607) છુપાવવા માટે ખોટી નંબર પ્લેટ લગાવી હતી.પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના નીરંજન નામના વ્યક્તિના કહેવા પર દારૂની હેરાફેરી કરતા હતા અને દરેક ટ્રિપ માટે રૂ.10,000 મળતા હતા. આ દારૂ ગાંધીનગર જિલ્લાના સાંતેજ વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિને પહોંચાડવાનો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ અગાઉ પણ દારૂની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ કેસમાં દારૂ સપ્લાયર સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






