INTERNATIONAL

અમેરિકામાં હેલિકોપ્ટર સાથે ટક્કર બાદ વિમાનના ત્રણ, 67ના મોત

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એયરપોર્ટની પાસે આકાશમાં અમેરિકન એરલાઈન્સના એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટક્કર પછી વિમાન અને હેલિકોપ્ટર નદીમાં પડી ગયા. સમગ્ર ઘટનાની જાણકારી આપતાં વોશિંગ્ટનના ફાયર ચીફે કહ્યું કે, આ અકસ્માતમાં તમામ 67 લોકોના મોત નીપજ્યા હતા.

વોશિંગ્ટન ડીસીના ફાયર ચીફે કહ્યું કે, ‘વિમાન અને હેલિકોપ્ટરની ટક્કરમાં કોઈ જીવતું બચ્યું ન હતુ.’ વોશિંગ્ટન  ડીસીના ફાયર એન્ડ EMSના ચીફ જોન ડોનલીએ કહ્યું કે, ‘અમે હવે રેસ્ક્યુ ઓપરેશનને એક રિકવરી ઓપરેશનમાં બદલી રહ્યા છીએ. કારણ કે, આ દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી.’ રિપોર્ટ મુજબ, ટ્રાન્સપોટેશન સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનમાં અમેરિકી એરલાઈન્સનું વિમાનના ત્રણ ટૂકડા થઈ ગયા હતા અને પોટોમેક નદીમાં પડ્યા હતા. જેમાં વિમાનમાં 64 મુસાફરો સવાર હતા.

અધિકારીઓનું માનવું છે કે, અમેરિકી ઈગલ ફ્લાઈટ 5342 જો રીગન નેશનલ એરપોર્ટની પાસે સેનાના બ્લેક હૉક હેલિકોપ્ટર સાથે ટક્કર થઈ હતી. જેમાં ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો અને પાયલોટની ટીમનું પણ મોત નીપજ્યું હતું. ઘટનામાં રેસ્ક્યુ ટીમે નદીમાંથી 19 જેટલાં મતૃદેહ બહાર નીકાળ્યા છે.

રિપોર્ટ મુજબ, એક નાનું પેસેન્જર વિમાન કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. વિમાનમાં 65 લોકો બેસી શકે તેવી ક્ષમતા હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માત સમયે વિમાનમાં 64 મુસાફરો હતા. જ્યારે સેનાના હેલિકોપ્ટરમાં ત્રણ લોકો હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન એરપોર્ટ પર ઉતરવાનું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલું યુએસ આર્મીનું બ્લેક હોક હેલિકોપ્ટર તેની સાથે અથડાયું હતું. આ પછી બંને ક્રેશ થયા અને પોટોમેક નદીમાં પડી ગયા. જે હેલિકોપ્ટર સાથે વિમાન અથડાયું તે સિરોસ્કી H-60 ​​હેલિકોપ્ટર હતું.

Back to top button
error: Content is protected !!