GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જુનિયર વકીલ મિત્રો માટે યોજાયો સેમીનાર

 

પ્રો. શિતલ ખેતીયાએ સાયબર ક્રાઇમ અંગે કરી છણાવટ

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર બાર એસોસીએશન દ્વારા જુનિયર વકિલ મિત્રો માટે સેમિનાર યોજાયો હતો જેમાં ગત તા.૧૦ ના એડવોકેટ પ્રો. શિતલ ખેતીયાએ સાયબર ક્રાઇમ વિષય ઉપર વિશેષ છણાવટ કરી હતી અને જુનિયર વકિલ મિત્રોને કેસ ,ગુના,તેના વિવિધ પાસાઓ,કલમો,પુરાવાઓ,ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટસ,સોશ્યલ મીડીયાની વ્યાપકતા, જોગવાઇઓ,દંડ,સજા સહિતની બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. શિતલ ખેતીયા જેઓ એ એડવોકેટ તરીકે પ્રેક્ટીસ દરમ્યાન સાથે સાથે સાયબર ક્રાઇમ વિષય ઉપર પીએચ.ડી.કર્યુ છે અને યુવા વકીલો માટે પ્રેરક વકિલાત કરી રહ્યા છે તેમણે જણાવ્યુ હતુ કે તારીખ ૧૦ ના યોજાયેલ આ સેમિનાર, ખાસ કરીને જુનિયર એડવોકેટ્સ માટે આયોજિત હતો જેમાં સાયબર ક્રાઈમને લગતા કાયદાકીય પાસાઓ, કેસ કાયદાઓ અને વ્યવહારિક આંતરદૃષ્ટિ પર ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી હતી જરૂરી ફોકસ પોઇન્ટસના આદાન પ્રદાન કરાયા હતા

 

જામનગર બાર એસોસીએશન પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યુ હતુ કેજામનગર વકીલ મંડળના સભ્યોને જણાવવાનું કે કાયદાના તજજ્ઞો દ્વારા લો સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ છે જે દરેક વિકમાં બે દિવસ વકીલ મંડળ માં સાંજના સાડા પાંચ થી સાત વાગ્યા દરમિયાન રાખવામાં આવશે.
જેમાં કાયદાના અલગ અલગ વિષયો અંગે માહિતી આપવામાં આવશે અને કાયદા ને લગતા તમામ વિષયો મોટાભાગે આવરી લેવા માં આવશે.આ કાર્યક્રમમાં કાયદાના તજગ્નો દ્વારા સેવા આપવામાં આવશે. જેમાં આઇપીસી જૂની નવી. ભારતીય ન્યાય સંહિતા અંગે સવિસ્તૃત કાયદાથી માહિતગાર કરવામાં આવશે.તેમજ સીઆરપીસી જૂની તેમજ નવી ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ અંગે સવિસ્ત્રુત માહિતી આપવામાં આવશેઆ કાર્યક્રમ વધુમાં વધુ સમય સુધી ચાલશે જેમાં કાયદાના અલગ અલગ વિષયો આવરી લેવામાં આવશે તેમજ જે તે વિષયના તજજ્ઞ ને લેક્ચર આપવા માટે બોલાવવામાં આવશે રસ ધરાવતા તમામ વકીલ મિત્રો આ લો સેમિનાર નો લાભ લઈ શકે છે તેમ પણ શ્રી સુવાએ ઉમેર્યુ હતુ.ઉલ્લેખનીય છે કે સતત અગીયારમી વખત એકધારા જામનગર વકીલ મંડળના પ્રમુખ એવા શ્રી ભરત સુવા વકીલો માટે વેલફેરથી માંડી નોલેજ સુધી તમામ પ્રકારની પ્રવૃતિઓના આયોજન સાથી ટીમના સહયોગ સાથે કરતા રહે છે તેમજ વકીલ મિત્રોના પ્રશ્ર્નોના ઉકેલ માટે હંમેશા સજ્જ રહે છે દરમ્યાન નવા કાયદાઓ અંગે જુનિયર વકિલ મિત્રો માટે ખાસ સેમિનારનું આયોજન કર્યુ હતુ અને વિવિધ વિષયોના સેમીનાર ગોઠવાયા હતાજે અંતર્ગત તારીખ ૧૦ ના જુનિયર વકિલ મિત્રો માટે સાયબર ક્રાઇમ વિશે એડવોકેટ પ્રો શિતલ ખેતીયા(પીએચડી) દ્વારા વિસ્તૃત માહિતી અપાઇ હતી આ અંગે શિતલ ખેતીયાએ પ્રતિસાદ આપતા જણાવ્યુ હતુ કે આ સેમિનારનું આયોજન કરવા બદલ અને મને આ પ્લેટફોર્મ પર મારું જ્ઞાન શેર કરવાની તક આપવા બદલ હું જામનગર બાર એસોસિએશનનો પ્રમુખ શ્રી ભરત સુવા સહિત સૌ હોદેદારોનો અને ભાગ લેનાર જુનિયર વકિલ મિત્રો સૌ નો હૃદયપૂર્વક આભાર માનું છું.

_______________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!