GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતમાં પાવાગઢના સાત કમાનથી માંચી,પાવાગઢ સુધી વિકાસ પદયાત્રા યોજાઇ તેમજ હાલોલ પાલિકાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧૦.૨૦૨૪

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.“નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે“ વિકાસ સપ્તાહ” અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢના સાત કમાન થી માંચી સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી.આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલાં આરંભેલ વિકાસયાત્રાને કારણે ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું રાજ્ય બની ગયું છે તેમ જણાવી ૨૩ વર્ષના સુશાસન દરમિયાન પંચમહાલ જિલ્લામાં અને પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં થયેલા વિકાસની વાત કરી હતી.વિકાસ પદયાત્રા બાદ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના વરદ્ હસ્તે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ધાબાડુંગરી ખાતે અંદાજે રૂ.૭૬ લાખ જેટલી કિંમતના ૪ કામો જેમાં અમૃત વાટિકા, એસ્પાયરેશનલ જાહેર શૌચાલય, ડી સિલ્ટિંગ મશીન અને કચરા વાહક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકા હાલોલ હેઠળના રૂ.૭.૪૯ કરોડની કિંમતના ૬૮ કામો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હેઠળ રૂપિયા ૧.૮૭ કરોડ જેટલી કિંમતના શાળાના ૧૭ જેટલા ઓરડાના કામો, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ગોધરા હેઠળના હાલોલ તાલુકામાં રૂપિયા ૮.૮૬ કરોડ જેટલી રકમના રીસરફેસીંગના ૪ કામો તથા કાલોલ તાલુકામાં રૂપિયા ૪.૫૯ કરોડ જેટલી રકમના રીસરફેસીંગના ૪ કામો મળી અંદાજે કુલ રૂપિયા ૨૨.૮૧ કરોડ જેટલી રકમના કુલ ૭૭ વિકાસ કામોનું મંત્રીના હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થીતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી સાથે રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, કલેકટર આશિષકુમાર, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પ્રાંત અધિકારી પી.એલ.વિઠાણી, નગરપાલીકા ચીફ ઓફિસર હિરલ ઠાકર,હાલોલ પાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ.કલ્પનાબેન જોષીપુરા,પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરઘ્વજસિંહજી પરમાર સહીત જિલ્લાના પદાધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!