
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : તમામ લોકોની પ્રિય પાણીપુરીને જ પોતાની આવકનું સાધન બનાવતી અરવલ્લીના મેઘરજની મહિલાઓ
પાણીપુરીની પુરીનું વેચાણ કરી મહિને લાખોની કમાણી કરે છે મેઘરજના શિવશક્તિ સખીમંડળની બહેનો
મહિલાઓની પ્રિય ખાણીપીણીની વાત નીકળે અને પાણીપુરીની ઉલ્લેખ ના થાય તે તો અશક્ય છે. મહિલાઓ જ નહીં પરંતુ નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધોમાં પણ પાણીપુરીની ચાહ જોવા મળે છે. સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને ચટાકેદાર મસાલાથી ભરપૂર પાણીપુરી આજે ગુજરાતનું સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય છે.
પોતાની આ જ પસંદને પોતાની આવકની સ્ત્રોત બનાવી શકાય છે તે વિચાર સાથે મેઘરજની શિવશક્તિ સખીમંડળની બહેનોએ આજથી ૫ વર્ષ પહેલા ઘરેથી જ પાણીપુરીની પૂરી બનાવી વેચવાનું શરૂ કર્યું અને સમયાંતરે તેમના ગામમાં તેમને નામના મેળવી. સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે પાણીપુરીની પૂરી મળતા આજે મેઘરજ શહેરના પાણીપુરીની લારી અને દુકાનવાળા લોકોથી માંડી ઘરે ઘરે તેમની પૂરી વેચવા લાગી.
આજે મહિનાની અંદાજિત ૧ લાખથી પણ વધુ નંગ પાણીપુરીની પુરીનું તેઓ વેચાણ કરે છે જેમાંથી તેમને સારી એવી આવક ઊભીબતાય છે. ૧૦ મહિલાઓથી ચાલતા આ શિવશક્તિ સખીમંડળની બહેનોને સરકાર તરફથી રૂ. ૨ લાખની લોન પણ પૂરી પાડવામાં આવી છે. જે થકી તેઓ પોતાનો આ વ્યવસાય આગળ વધારી શકે.પોતાની વાત જણાવતા ગીતાબહેને કહ્યું કે તેમણે અંદાજિત ૫ વર્ષથી આ પાણીપુરીની પૂરી બનાવી વેચાણ શરૂ કર્યુ હતુ. આજે તેમણે આ વ્યવસાય થકી સારી એવી આવક ઉભી થાય છે. જેને કારણે તેમના પરિવારનું ભરણપોષણ થાય છે. સરકારે આપેલી રૂ. ૨ લાખની લોન થકી અમે અમારો વ્યવસાય આગળ વધારી રહ્યા છીએ. એમણે પગભર ઊભા થવા આટલી સહાય આપવા બદલ સરકારનો આભાર પણ તેમને વ્યકત કર્યો હતો.આ પરથી કહી શકાય કે આ માત્ર પાણીપુરીનો વ્યાપાર નથી, આ તો સ્ત્રી સશક્તિકરણનું પ્રતિક છે. આ સાબિત કરે છે કે જ્યારે મહિલાઓને તક મળે, સહકાર મળે અને વિશ્વાસ મળે ત્યારે તેઓ સમાજને નવી દિશા આપી શકે છે.ચાલો આપણે સૌ અરવલ્લીની આ બહેનોને વધાવીએ કારણ કે તેઓએ બતાવી દીધું છે કે સફળતા કોઈ મોટી શરૂઆતથી નહીં, પરંતુ નાના પગલાં અને મોટા સપનાથી મળે છે.




