થરાદમાં મેઘવાળ પ્રીમિયર લીગ (MPL) સીઝન-4 નો ધમાકેદાર પ્રારંભ રમતપ્રેમીઓમાં ઉત્સાહની લહેર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદમાં મેઘવાળ સમાજ દ્વારા આયોજિત મેઘવાળ પ્રીમિયર લીગ (MPL) સીઝન-4 નો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 8:30 વાગ્યે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટનમા સમાજના મોટી પાવડ ડેરીના ચેરમેન અને મેઘવાળ સમાજનું ઘરેણું પથુભાઈ રાઠોડ દશરથભાઈ શ્રીમાળી મોહનભાઈ બોચિયા , મૂળજીભાઈ રાઠોડ,તેમજ મેઘવાળ સમાજના અન્ય અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબિન કાપીને ટૂર્નામેન્ટને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે મેઘવાળ સમાજના અનેક આગેવાનો, ક્રિકેટ પ્રેમી યુવાનો તથા રમતગમતમાં રસ ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ લીગનો મુખ્ય હેતુ સમાજમાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવો, તથા યુવાનોમાં રહેલી ક્રિકેટ પ્રતિભાને ઓળખી તેને યોગ્ય મંચ પૂરો પાડવો છે. આવી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ દ્વારા સમાજના યુવાનોને જિલ્લા, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી શકે છે.
આ અવસરે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આવી ટૂર્નામેન્ટો યુવાનોમાં ઉત્સાહ, શિસ્ત અને એકતાની ભાવના વિકસાવે છે. મેઘવાળ પ્રીમિયર લીગ જેવી પહેલોથી સમાજ રમતગમતના ક્ષેત્રે વધુ મજબૂત બનશે અને યુવાનોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.



