હાલોલમાં સાબરી યંગ સર્કલ દ્વારા મેહફીલે ઝિક્રો નાતનો ઝલસો યોજાયો,ધર્મગુરુ સૈયદ કબીરૂદ્દીન બાબા કાદરીની તાજપોશી કરવામાં આવી.
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૬.૯.૨૦૨૫
હાલોલ નગરનાં પાવાગઢ રોડ ખાતે જશને ઇદે મિલાદુનબી ની ઉજવણીને લઈ સાબરી યંગ સર્કલ દ્વારા મેહફિલે જીકરો નાતનો કાર્યક્રમ સોમવારના રોજ યોજાયો હતો જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ ઝીયાઉદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દીન બાબા કાદરી તેમજ સૈયદ મુખ્તસીર અલી ઉર્ફે તસાબાપુ પેટલાદ વાળા ઉપસ્થિત રહ્યા હતા અને મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આ સમગ્ર પ્રોગ્રામમાં ખુશીની વાત તો એ હતી કે સાબરી યંગ સર્કલ દ્વારા સૈયદ કબીરૂદ્દીન બાબા કાદરીની તાજપોશી કરવામાં આવી હતી જેમાં ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીનાં હાથોથી સૈયદ કબીરૂદ્દીન બાબા કાદરીનાં સર પર ચાંદીનાં તાજથી નવાઝવામાં આવ્યા હતા જેને લઈ મોટી સંખ્યામાં પંચમહાલ વડોદરા સહિત અન્ય ગામોમાંથી અકીદતમંદોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરાઈ હતી અને સાબરી યંગ સર્કલ દ્વારા નિયાજ પણ તકસીમ કરવામાં આવી હતી.