વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના વાપી ખાતે પતંજલિ યોગ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહરાજની પ્રેરણાથી ડૉ એ.પી.જે અબ્દુલ કલામ હોલ વાપી ખાતે યોગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી શહેરના આ હોલ ખાતે દરરોજ સવારે ૬ વાગ્યા થી ૭:૩૦ વાગ્યા સુધી નિશુલ્ક યોગ વર્ગ માં યોગ શિક્ષક તાલીમ હરિદ્વાર ટ્રસ્ટ સંચાલિત વર્ગો ચાલી રહ્યા છે. આ વર્ગ નું સંચાલન પતંજલિ ભારત સ્વાભિમાન વલસાડ જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પત્રેકર તથા પતંજલિ યોગ શિક્ષક ગોપાલભાઈ મહેતા કરી રહ્યા છે.
માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે મેદસ્વિતા હટાવો અભિયાન ને સાર્થક કરવા માટે યોગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.આ યોગ વર્ગમાં મહારાષ્ટ્રથી નેશનલ એકેડેમી સપોર્ટ મેડિસન ના યોગનિષ્ઠ રમેશભાઈ ઘોંડે જેઓ ફિટનેસ માં ડીગ્રી મેળવેલ છે તેઓ દ્વારા એક માસ સુધી નિયમિત નિ:શુલ્ક યોગ સેવા નો લાભ આ વર્ગ ને આપી રહ્યા છે. જેથી યોગથી ૧૦૦ ટકા પરિણામ આવશે. આ યોગ વર્ગ ને આગળ વધારવા માટે ગોપાલ ભાઈ, ધર્મેશ ભાઈ રંગપરિયા અથાક મહેનત કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કમલેશભાઈ પત્રેકર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યોગ વર્ગમાં તમામ સાથક ભાઈયો તેમજ બહેનો ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા છે.