હાલોલની કલરવ શાળામાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ,190 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૭.૨૦૨૫
તારીખ 8/7/2025 ને મંગળવાર ના રોજ કલરવ શાળામાં ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી.આજના યુગમાં વિદ્યાર્થીની પાસે પુસ્તકના જ્ઞાનની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓનું પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે.તે હેતુથી શાળા કક્ષાએ આવી ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેમાં ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ પૈકી મહેદી સ્પર્ધામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માંથી 190 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બધા જ વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં આકર્ષક અને કલાત્મક રીતે મહેંદી મૂકી ને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આકર્ષક રીતે મહેંદી મૂકનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપૂરા એ મહેંદી સ્પર્ધા માં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.