
કલોલ વિજયનગર સોસાયટી મા બંધ મકાનમાં ચોરી કરનાર ઈસમ ને ૧૦,૬૫,૧૧૦/- ના સોના ચાંદીના ઘરેણાં સાથે ઝડપી પાડતી મેહસાણા LCB પોલીસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કલોલ વિજયનગર સોસાયટી ના બંધ મકાન નુ તાળું તોડીને ૧૯/૮/૨૦૨૪ ના રોજ ઘરનું તાળું તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરતાં મેહસાણા એલસીબી પોલીસે કલોલ પોલીસ મથકે ખરાઈ કરી કડીના યાસીન પઠાણ ઊર્ફે ટાઈગર ને ૧૦,૬૫,૧૨૦/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો જ્યારે તેના ફરાર સાથી ઝડપી લેવા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એલસીબી પોલીસને જીલ્લા પોલીસ અધીક્ષક ની સૂચના મુજબ પોલીસ પેટ્રોલીંગ મા હતી તે સમયે ખાનગી માં બાતમી મળી હતી કે કડી નો યાસીન પઠાણ ઉર્ફે ટાઈગર મેહસાણા કસ્બા બાજુ છે. એલસીબી પોલીસે બાતમી ની ખરાઈ કરતા તપાસ કરતા તેને સ્થળ ઉપર મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તેની પાસેથી મળી આવેલા સોના ચાંદીના ઘરેણાં અંગેની પુછપરછ કરતા તેણે કલોલ વિજયનગર સોસાયટી ના બંધ મકાન માં ચોરીની કબૂલાત કરતાં યાસીન ઉર્ફે ટાઈગર પઠાણ ને ઝડપી લીધો હતી તેની પાસેનો મોટરસાયકલ તેમજ સોના ચાંદીના ઘરેણાં સાથે રૂ ૧૦,૬૫,૧૧૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી તેનો બીજો ફરાર થયેલ સાથી તનવીર પઠાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




