
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા આયોજિત મુક-બધિર વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ
હિમંતનગર સ્થિત સાબર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મુક-બધિર વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાની ફાઈનલ મેચો ઉત્સાહભેર યોજાઈ હતી. આ સ્પર્ધાનું આયોજન ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેની યજમાન વ્યવસ્થા દિવ્યાંગ વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવી હતી.આ સ્પર્ધામાં રાજ્યભરની ભાઈઓ તથા બહેનોની ટીમોએ ભાગ લીધો હતો અને કુલ ત્રણ કેટેગરીમાં મુકાબલા યોજાયા હતા. શનિવારે લીગ મેચો રમાઈ હતી, જ્યારે રવિવારે નોકઆઉટ તથા ફાઈનલ મેચો યોજાઈ હતી.ફાઈનલ મેચોમાં ગાંધીનગર ટીમે ઉત્તમ પ્રદર્શન સાથે પ્રથમ ક્રમે વિજય મેળવ્યો હતો, જ્યારે મોડાસા મૂક-બધિર સેવા ટ્રસ્ટ, અરવલ્લીની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું હતું.આ સ્પર્ધા દ્વારા મુક-બધિર ખેલાડીઓની રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું હતું તેમજ દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થયો હતો.




