Rajkot; જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ૧૨૦૦ જેટલા અસરગ્રસ્તોને ૧.૫૮ લાખની કેશડોલ્સ ચુકવાઈ

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૧૦૪ પશુઓના મૃત્યુના કિસ્સામાં રૂ. ત્રણ લાખ જેટલી સહાયનું ચૂકવણું કરાયું
ઘરવખરી નુકસાનની સહાય માટે ૧૦૪ ટીમો દ્વારા સર્વે શરૂ કરાયો
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં થયેલ ભારે વરસાદ પછી થયેલી નુકસાનીનો સર્વે શરૂ થઈ ગયો છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વરસાદના અસરગ્રસ્ત લોકો, પશુમૃત્યુ સહાયની અસરગ્રસ્તોને ચૂકવણી શરૂ પણ કરી દેવામાં આવી છેજે મુજબ, રાજકોટ જિલ્લાના તાલુકાઓ, નગર પાલિકા વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૧૧૮૬ લોકોને રૂપિયા ૧,૫૮,૮૪૦ કેશડોલ્સ ચુકવી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય અસરગ્રસ્તોને ચૂકવણીની પ્રક્રિયા ગતિમાં છે.
ભારે વરસાદના સંજોગોમાં રાજકોટ જિલ્લામાં ૧૨૧ પશુઓના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જેમાં ગાય, બકરી, ભેંસ, પાડી-પાડા તેમજ મરઘાંના મૃત્યુ બદલ અત્યાર સુધીમાં ૧૦૪ પશુઓના મૃત્યુ પેટે રૂ. ૨,૯૮,૫૦૦ ચૂકવી દેવામાં આવ્યા છે.
જિલ્લા કુલ મળીને ૩૯ જેટલા આંશિક પાકા મકાનોમાં નુકસાની થયાનું જ્યારે ૫૧૩ આંશિક કાચા મકાનોમાં નુકસાની થયાનું નોંધાયું છે. આ મામલે હજુ સર્વે પણ ચાલુ છે અને સહાયની ચૂકવણીની પ્રક્રિયા ગતિમાં છે.
ઘરવખરી નુકસાનની સહાયની અસરગ્રસ્તોને ચૂકવણી માટે ૧૦૪ ટીમો દ્વારા સર્વે શરૂ પણ કરી દેવામાં આવ્યો છે.




