Vansda: વાંસદા તાલુકાના સુખાબારી ગામ ખાતે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૨૫ ડિસેમ્બર સુધી પ્રતિબંધ

વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ

જાહેરનામા અંતર્ગત ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટના વિસ્તારમાં આજુબાજુના રહીશો તેમજ બહારના કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ આ જમીનની હદ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા કે ઢોર-ઢાંખરને પ્રવેશ આપવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામા નો તાત્કાલિક અસરથી આગામી તા. ૨૫-૧૨ -૨૦૨૫ ના સમયગાળા દરમિયાન સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી અથવા કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ઉક્ત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ગોળીબાર તથા અશ્રુવાયુના અભ્યાસ દરમિયાન ઈજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.


