વિજાપુર તાલુકાના પામોલ ગામે વરસાદી પાણીનો નિકાલ નહી આવતા ગ્રામજનો મામલતદારને રજૂઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પામોલ ગામે પખવાડિયા અગાઉ પડેલા મુશળધાર વરસાદ ના કારણે પાણી ભરાઈ ગયા બાદ પણ હજુ સુધી નિકાલ લાવવા મા આવ્યો નથી. જેને લઇ પામોલ ગામના લોકો બુધવારે મામલતદાર કચેરીમાં આવી પોહચ્યા હતા. જ્યાં મામલતદાર જે. એસ પટેલ સમક્ષ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ. સ્થાનીક રહીશો એ જણાવ્યું હતુકે અગાઉ પડેલા વરસાદ બાદ હજુસુધી આ વરસાદી પાણી નો નિકાલ કરવા મા આવ્યો નથી પાણીમા અવર જવરના કારણે પગો મા મા ઓશાલ પડી ગયા છે બાળકો શાળા મા જઈ શકતા નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે હજુ પણ ઘરો મા પાણી ભરાયેલું છે. પાણી કાઢવા માટે ગ્રામ પંચાયત દ્વારા પંપ મૂકવા મા આવ્યા છે તે પણ હવે કામ કરતા બંધ થયેલ છે. લોકોને આવી પરિસ્થિતિ ના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. સરકાર દ્વારા કોઈ જાત ની સગવડ કે તપાસ પણ કરવા મા આવી નથી. જેથી ગામમા ભરાયેલ વરસાદી પાણી નો કાયમી નિકાલ લાવવા માંગણી ગ્રામજનો એ કરી હતી. જોકે મામલતદાર જે.એસ પટેલે રજૂઆત કરવા આવેલ ગ્રામજનો ને પ્રશ્ન નો નિકાલ લાવવા નો દિલાસો આપ્યો હતો. એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમો કરી રહી છે. જેની પાછળ ઘુમ ખર્ચા કરે છે ત્યારે પામોલ ગામની સમસ્યા નો કાયમી કોઈ નિકાલ લાવવા પ્રત્નશીલ રહેશે કે પછી વચનો આશ્વાસન આપ્યા કરશે તેમ ગ્રામજનો ના મન મા પ્રશ્નો ઉભા થયા હતા.