

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ નારણપોર – તા. 27/06/2025, નારણપોર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવનો વિધિવત કાર્યક્રમ શ્રી આર.સી. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી, નવસારીની અધ્યક્ષતામાં યોજાયો.કાર્યક્રમની શરૂઆત શાળાની બાળિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી. આ અવસરે આંગણવાડીના 6 અને બાલવાટિકાના 13 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓ, “જ્ઞાનસાધના” અને “જ્ઞાનસેતુ” અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર વર્ષમાં સૌથી વધુ હાજરી આપનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરી શાળાનું સન્માન વધારનાર તરીકે તેમને સન્માનિત કરવામાં આવ્યા.પ્રવેશ મહોત્સવ દરમિયાન સલામતી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સાથે અધિકારીશ્રીએ વાલીઓ તથા શાળાની વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે મધ્યાહન ભોજન યોજના અને શાળાની શૈક્ષણિક કામગીરી અંગે ચર્ચા કરી.આ અવસરે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અધિકારીશ્રીએ શાળાનું વહીવટી નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ, એકમ કસોટી, કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ રૂમની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓના વપરાશ અંગે તપાસ કરી. કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોમાં પણ ઉત્સાહ તથા આનંદ જોવા મળ્યો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ અને સંસ્મરણિય રહ્યો.


