
વિજાપુર ખરોડ ગામે રોડ ઉપર વરસાદ ના પાણી થી ખુલીને બહાર આવેલ 15 ફૂટના ખાડામાં પડેલી ગાયને રેસ્કયુ કરી બચાવી લેવાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખરોડ ગામે રોડ ઉપર વરસાદ ના પાણી થી ધોવાઈ ને ખુલી ગયેલ 15 ફૂટ ઊંડા ખાડા મા ગાય પડી જતાં ગોપાલકો તેમજ ગ્રામજનોએ જેસીબી બોલાવી ગાય નો રેસક્યું કરીને બચાવી લેવામાં આવી હતી. જોકે ગ્રામજનો એ રોડ ઉપર મસમોટા ખાડા ને લઇ ગ્રામપંચાયત ના તલાટી નો સંપર્ક કર્યો હતો. અને ખાડા ને પૂરી દેવા માટે રજૂઆત કરી હતી. જોકે આ ખાડો કોણે કર્યો છે તેની તપાસ કરી કાર્યવાહી કરવાની પણ તંત્ર સમક્ષ માંગણી કરી હતી. આ અંગે સ્થાનિક જાગૃત ગોપાલક સમાજ ના અગ્રણી એ જણાવ્યું હતુંકે જ્યારે 150ફૂટ ના ઊંડા ખાડામાં ગાય પડવા ના સમાચાર મળતાં તેની જાણ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ને અને તંત્ર ને કરવા મા આવી હતી. જોકે ગ્રામજનો ના સેવાભાવી લોકો તંત્ર આવે તે પહેલાં ગાયને બચાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ ખાડો કોને કર્યો છે કોના મારફતે આટલો ઊંડી ખાડો કરવામાં આવ્યો છે તેની સામે તંત્ર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી ગ્રામજનો ની માંગણી છે. આ ખાડા ગાય પડી ગઈ તો કાલે કોઈ નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ પડી જાય તો કેવા હાલ થાય તે બાબત વિચારીને પણ તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી જાગૃત નાગરિકો ની માંગણી લાગણી છે.






