
વિજાપુર ભાજપના ધારાસભ્ય સીજે ચાવડાની આગેવાનીમાં આશ સેકન્ડરી સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ ખાતે ભાજપના ધારાસભ્ય ડો સીજે ચાવડાની અધ્યક્ષતામાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ પ્રસંગે ડો સીજે ચાવડાએ જીવનમાં યોગ નું મહત્વ અંગે જાણકારી આપી હતી. યોગ કરવાથી શરીર તંદુરસ્ત બને છે.આજે સમગ્ર વિશ્વ યોગ મય બન્યો છે.આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા નો પ્રસ્તાવ મૂક્યો હતો જે યુનાઈટેડ નેશન્સ મહાસભા એ સહર્ષ સ્વીકાર્યો હતો.ત્યારબાદ 21 જૂનને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવતા સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપના તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ શહેર પ્રમુખ સંજય પટેલ ગોવિંદપુરા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ મધુભાઈ પટેલ તેમજ દિલીપભાઈ પટેલ યોગેશ પટેલ સહીત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.



