વિજાપુર રણાસણ પાસે હાઇવે રોડ ઉપર નોકરીથી વજાપુર ઘેરે આવતા કારની ટક્કર વાગતા યુવકનું મોત
સારવાર માટે વિસનગર હોસ્પિટલમાં લઈ ગયા બાદ સ્થાનીક રેફરલ હોસ્પિટલમાં પીએમ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણાસણ ગામ નજીક આવેલ સૈનિક સિમેન્ટ આર્ટિકલ માં નોકરી કરતો યુવક નોકરી પૂરી કરી વજાપુર ગામે ઘરે જતા હાઈવે રોડ ઉપર સેન્ટ્રો કાર ના ચાલકે ટક્કર મારી ઇજાઓ કરી હતી.યુવકને સારવાર માટે વિસનગર હોસ્પિટલમાં લઇ ગયા હતા.માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતુ જેનુ પીએમ માટે સ્થાનીક રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પરિવાર જનો ને જાણ કરવામાં આવતા દવાખાને આવી પોહચતા ભારે ગમગીની ફેલાઈ હતી. આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ રણાસણ ગામની નજીક આવેલ સૈનિક સિમેન્ટ આર્ટીકલ માં નોકરી કરતા અંકિત ભરતભાઇ રાવલ જેઓ પોતાની નોકરી સમય બાદ સાંજના ઘરે વજાપુર જવા નીકળ્યા હતા.તે સમયે સેન્ટ્રો કાર નમ્બર જીજે.01.એચ.જી.૬૬૦૩ ના ચાલકે ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત નીપજ્યું હતુ મૃતક ના પત્ની એ પોલીસ મથકે કાર ચાલક સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


