GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી નોટિસ જાહેર

તા.૧૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ઉમેદવારી નામાંકન પત્ર ૧૯મી સુધીમાં ભરી શકાશે

નામાંકન પત્રની ચકાસણી ૨૦મી એપ્રિલ થશે

૨૨મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે

૭મીમેના રોજ સવારે ૭થી સાંજે ૬ કલાક સુધી મતદાન થશે

Rajkot: ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી-૨૦૨૪ માટે “ચૂંટણી નોટિસ” જાહેર કરવામાં આવી છે.

આ નોટિસમાં જણાવાયા મુજબ, ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ (૧) ચૂંટણી અધિકારી, ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, પ્રથમ માળ, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ખાતેથી અથવા (૨) મદદનીશ ચૂંટણી અધિકારી, ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા પૂરવઠા અધિકારી-રાજકોટ, જિલ્લા પૂરવઠા અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ખાતે મોડામાં મોડું ૧૯મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવાર સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) સવારે ૧૧થી બપોરે ૩ કલાક સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.

ઉપર દર્શાવેલા સ્થળે અને સમયે નામાંકન પત્રના ફોર્મ મેળવી શકાશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, કોન્ફરન્સ રૂમ, જિલ્લા સેવાસદન, જામટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ખાતે ૨૦મી એપ્રિલ ૨૦૨૪ અને શનિવારે સવારે ૧૧ કલાકે હાથ ધરાશે.

ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ, તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા, તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીમાંથી ગમે તે એકને તેમની કચેરીમાં તા. ૨૨મી એપ્રિલ અને સોમવારના રોજ બપોરે ૩ વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. ૭મી મે ૨૦૨૪ અને મંગળવારના રોજ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા વચ્ચે થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!