MEHSANAVIJAPUR

વિજાપુર સાબરમતી નદી પાસેના ઋષિવન ખાતે પર્યાવરણ અને માનવજાત ઉપર નકારાત્મક અસરો કરતા કોનોકોપર્સ વૃક્ષોનું છેદન શરૂ કરાયું કરાયું

વિજાપુર સાબરમતી નદી પાસેના ઋષિવન ખાતે પર્યાવરણ અને માનવજાત ઉપર નકારાત્મક અસરો કરતા કોનોકોપર્સ વૃક્ષોનું છેદન શરૂ કરાયું કરાયું

ગ્રીન ગ્લોબલના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે કોનોકોપર્સ વૃક્ષ છેદન અભિયાનનો પ્રારંભ કરાવ્યો:.

હાલમાં કોનોકાપૅસ ઝાડ 4/ફુટ થી ઊપર ના ભાગને કટીગં કરવાનુ શરૂ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર


વિજાપુર તાલુકાના સાબરમતી નદી તટ ઉપર આવેલ ઋષિવન ખાતે વન વિભાગ દ્વારા જેના રોપાઓના ઉછેર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા કોનોકૉપર્સ વૃક્ષ દ્વારા માનવ જીવન ઉપર નકારાત્મક અસરો કરતા હોય છે. જેના ફૂલોની પરાગરજથી શરદી, ઉધરસ ,દમના રોગો થવાની સંભાવનાઓને વધે છે જેને લઇને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે કોનોકોપર્સ વૃક્ષ છેદન ની પહેલ શરૂ કરી હતી કરી જેમાં બુધવાર ના રોજ કોનોકોપર્સ વૃક્ષને તબક્કાવાર દૂર કરવાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સદસ્યો સહિત પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા હતા અને હાનિકર્તા કોનોકોપર્સ વૃક્ષોને દૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે એક સંશોધનના અહેવાલો મુજબ કોનોકોપર્સ વૃક્ષોમાં શિયાળાની ઋતુમાં આવતા ફૂલોની પરાગ રજકણોના કારણે શરદી, ઉધરસ, અસ્થમા સહિત એલર્જી જેવા રોગો થવાની શક્યતા હોવાથી રાજ્યના વન વિભાગએ કોનોકોપર્સના રોપા ઉછેર ઉપર પ્રતિબંધ મૂક્યો છે ગ્લોબલ ગ્રીન બ્રિગ્રેડના ગ્રીન એમ્બેસેડરે પણ કોનોકૉપર્સ સહિત સપ્તપદી નામનું વૃક્ષ પણ હાનિકારક હોઇ આ બંને વૃક્ષને ધીરે ધીરે કટીંગ કરી દૂર કરવા એક વીડિયો સંદેશ કરી કરી અપીલ કરી હતી. રાજ્યના વન વિભાગએ કોનોકોપર્સના રોપ ઉછેર ઉપર, આ પ્રજાતિ પર્યાવરણ ઉપર અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો ઉત્પન્ન કરતી હોવાનું ધ્યાને આવતા તેના ઉપર પ્રતિબંધ મૂકી આ વૃક્ષની આડઅસરથી લોકોને જાગૃત કરવાની સૂચનાઓ આપી છે. અને આવા વૃક્ષોને આડકતરી રીતે દૂર દૂર કરવા જણાવ્યું હતું.ગ્લોબલ ગ્રીન બ્રિગેડના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ જણાવ્યું હતું કે ,કોનોકોપર્સ વૃક્ષોના મૂળિયા જમીનમાં ઊંડે સુધી જાય છે. જેથી ગટર લાઈન અંડર ગ્રાઉન્ડ કેબલ સહિત પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચાડે છે. જે જોતો વન વિભાગ એ પણ ખાનગી નર્સરીઓમાં આ વૃક્ષના રોપાઓના ઉછેર પર પ્રતિબંધ મૂક્યો છે. કોનાકોપર્સ સાથે સપ્તપદી પણ હાનિકર્તા હોઇ આ બંને હયાત વૃક્ષોને ફૂલો આવવાની સ્થિતિએ કટીંગ કરી બાજુમાં બીજું ઝાડ રોપી ધીરે ધીરે કરીને કોનો કોપર્સ અને સપ્તપદીને દૂર કરવી જોઈએ.રાજ્યના વન વિભાગ એ પણ નર્સરીઓમાં રોપા ઉછેર પર પ્રતિબંધ મૂકી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ વૃક્ષની આડઅસર અંગે જરૂરી માર્ગદર્શન આપી ધીરે ધીરે વૃક્ષો દૂર કરવા આદેશો પણ આપવામાં આવ્યા છે.આ આ વિગતોને લક્ષમાં લઈ ગ્રીન ગ્લોબલના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે પ્રદેશમાંથી કોનો કોપર્સ અને સપ્તપદીને દૂર કરવાના કાર્યની પહેલ શરૂ કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!