MEHSANAVIJAPUR

વિજાપુર હિંમતનગર હાઈવે વિશ્વકર્મા મંદિર નજીક પાર્ક કરેલું બાઈક ચોરાયું

વિજાપુર હિંમતનગર હાઈવે વિશ્વકર્મા મંદિર નજીક પાર્ક કરેલું બાઈક ચોરાયું
પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હિંમતનગર તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલ વિશ્વકર્મા મંદિર નજીક મૂકેલું બાઈક કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી લઈ જતા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવસોર ગામમાં રહેતા પલકકુમાર સુરેશભાઈ સુથાર બપોરના સમયે હિંમતનગર હાઈવે આવેલ વિશ્વકર્મા મંદિર ના પટાંગણ માં સમૂહ લગ્ન હોવાથી હાજરી આપવા પરિવાર સાથે આવ્યા હતા તે સમયે તેઓએ મંદિર ની નજીક રોડ પાસે પોતાનું હીરો સ્પેલેન્ડર જીજે 02 બીએફ 2754 નંબર વાળુ બાઈક પાર્ક કરી લગ્ન માં હાજરી આપવા ગયા હતા હાજરી આપી પરત ફરતા સ્થળ ઉપર બાઈક નહિ જણાઈ આવતા શોધખોળ કર્યા બાદ પોલીસ મથકે પલક કુમાર સુથારે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!