
વિજાપુરમાં ચેક બાઉન્સ કેસમાં ૧ વર્ષની કેદ – ₹3.50 લાખ વળતરનો આદેશ
એડી. ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો મહત્વનો ચુકાદો • નોટિસ છતાં ચુકવણી ન કરતાં આરોપી દોષિત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્ર કુમાર એ પટેલ ની કોર્ટમાં ચેક રીટર્ન બાબતનો એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર થયો છે.
આ કેસમાં કુરેશી તાહીરઅહેમદ નુરમહંમદે મિત્રતા ના સબંધમાં મોચી હિમાંશુ ધીરજલાલ ને રૂપિયા 3,50,000 છ મહિનામાં પરત આપવા ની શરતે આપ્યા હતા.જે છ માસ ની તારીખ નો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી શેરા સાથે પરત ફર્યો હતો.હિમાંશુ ને આ બાબત ની જાણ કરી પૈસા પરત માંગતા જેનો કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા તાહિર ભાઈ કુરેશી એ વકીલ એ એમ કુરેશી મારફત હિમાંશુ ધીરજલાલ મોચી સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરીયાદ નોંધાવી હતી જે કેસ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્ર કુમાર અશોક ભાઈ પટેલ ની અદાલત માં ચાલી જતા કોર્ટે
ફરીયાદી તરફેથી એડવોકેટ એ.એમ. કુરેશી દ્વારા કરવામાં આવેલી દલીલો અને સામ સામે પક્ષોએ કરેલ રજૂઆતો પુરાવાઓ દલીલો ધ્યાનમાં લઈને અદાલતે નોંધ્યું હતું કે આરોપીને લેણી રકમ ચૂકવવા પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં તે નિષ્ફળ રહ્યો છે, જેથી તે ગુનામાં તકસીરવાન ઠરે છે.
અદાલતે વધુમાં જણાવ્યું કે, માત્ર વ્યવહાર થયેલો હોવાના આધારે આરોપી કાયદાથી બચી શકતો નથી અને પીડિતને યોગ્ય ન્યાય મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.અદાલતે આરોપી મોચી હિમાંશુ ધીરજલાલને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠરાવીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
સાથે સાથે, ક્રિમીનલ પ્રોસીજર કોડ મુજબ ફરિયાદીને રૂા. 3,50,000/- વળતર ચૂકવવાનો હુકમ આપવામાં આવ્યો છે. અગાઉ કોઈ રકમ ચૂકવવામાં આવી હોય તો તે સમાયોજિત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, સજાનું વોરંટ ઇસ્યુ કરવાની તથા હુકમની નકલ આરોપીને વિનામૂલ્યે આપવાની કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.




