GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૨૧ જૂનના રોજ જિલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

 

MORBI:મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૨૧ જૂનના રોજ જિલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

 

 

મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે ડીડીઓશ્રી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

સમગ્ર વિશ્વ અને દેશમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ ગામડાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે આયોજન માટે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મોરબીમાં જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે સ્ટેજ, મંડપ અને ગ્રાઉન્ડ તૈયાર કરવા, સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રસારણ નિહાળવા એલઇડી સ્ક્રીન અને વીજ પુરવઠાની ઉપલબ્ધતા, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, એમ્બ્યુલન્સ તેમજ હેલ્થની ટીમ સ્થળ પર ઉપલબ્ધ રાખવા, ગ્રાઉન્ડ તેમજ આસપાસની જગ્યાએ સાફ-સફાઈ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળા-કોલેજ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર અને સબ જેલ, સરકારી તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપરાંત મોરબી શહેરમાં વધુને વધુ સંખ્યામાં શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું.

મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. ઉપરાંત તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!