MEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ રોડ ઉપર આઇવા એ હિંમતનગર જતી બસને ટક્કર મારતા 11 પેસેન્જરો ડ્રાયવર કંડકટર ને ઇજા

વિજાપુર લાડોલ રોડ ઉપર આઇવા એ હિંમતનગર જતી બસને ટક્કર મારતા 11 પેસેન્જરો ડ્રાયવર કંડકટર ને ઇજા
બસના ડ્રાયવર સાઈડ ના ભાગને નુકશાન કરી આઇવા ને પલટી ખવડાવી નાસી છૂટ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર લાડોલ રોડ ઉપર પથરા ભરીને આવતી આઇવાના ચાલકે ગફલત ભરી ડ્રાયવીંગ કરી 11 જેટલા પેસેન્જર ભરી હિંમતનગર તરફ જતી બસને ડ્રાયવરની સાઈડ ના ભાગે ટક્કર મારતાં બસ રોડની સાઈડ માં ફંટાઈ ઊભી થઈ ગઈ હતી. જ્યારે આઇવા પલ્ટી મારી ગઈ હતી. બસ માં બેઠેલા અગીયાર પેસેન્જરો અને ડ્રાયવર કંડકટર ને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી.108 મારફત ઇજાગ્રસ્તો ને દવાખાને લઈ જઈ ને સારવાર આપવા મા આવી હતી. જોકે બસ ના ડ્રાયવર ની સમય સૂચકતા ના કારણે હાલ માં કોઈ જાનહાની થઇ નથી અગીયાર પેસેન્જરો ને સારવાર આપવા આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ હાલમાં દેરોલ સાબરમતી બ્રીજ ઉપર અવર જવર હોવાથી હાલમાં વિજાપુર થી હિંમતનગર તરફ જતી બસો લાડોલ સપ્તેશ્વર થઈ હિંમતનગર નો રૂટ આપવા મા આવ્યો છે. સરકારી એસટી બસ જીજે 18 ઝેડ 3067 ના ડ્રાયવર મહેશ કુમાર મકવાણા શુક્રવારે મોડી સાંજે બસ માં હિંમતનગર તરફ જતા 11 પેસેન્જર ભરી ને લાડોલ રોડ ઉપર થી પસાર થતા નીચિકેત સ્કૂલ થી થોડા આગળ પોહચતા પથરા ભરીને સામેથી આવતી આઇવા ટ્રક નંબર જીજે 36 ટી 5339 ના ચાલકે બસના ડ્રાયવર ની સાઈડ મા ટક્કર મારતાં બસ ના ડ્રાયવર ના ભાગે થી છેલ્લા પાછળના ભાગ સુધી ઘસડાઈ ને નુકશાન કરી 11 પેસેન્જરો ડ્રાયવર કંડકટર ને નાની મોટી ઈજાઓ કરી આઇવા ને પલ્ટી ખવડાવી આઇવા ચાલક સ્થળ ઉપરથી નાસી છૂટયો હતો.જયારે બસ સાઈડના રોડ ઉપર ઊભી થઈ જતાં ભયંકર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. પોલીસે બસના ડ્રાયવર મહેશ કુમાર મકવાણા ની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!