સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પનું કરાશે આયોજન
19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પનું કરાશે આયોજન
સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે પુષ્ય નક્ષત્રના શુભ પ્રસંગે “સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ” નું આયોજન કરવામાં આવશે. આ કેમ્પ તા. ૨૧/૦૮/૨૦૨૫ ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી આયોજિત કરવામાં આવશે. આ કેમ્પમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં આપવામાં આવશે, જે બાળકોના શારીરિક તથા માનસિક વિકાસમાં ખુબજ ઉપયોગી થાય છે. આ સાથે હોમિયોપેથી કુપોષણ નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરાશે. સુવર્ણપ્રાશનના મુખ્ય ફાયદાઓ જેવા કે બુદ્ધિ (મેઘા), પાચનશક્તિ (અગ્નિ) અને શક્તિ (બળ)માં વધારો, આયુષ્ય, કલ્યાણ અને પુણ્યદાયક, શરીરની તાકાતમા વધારો, વર્ણ (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધા દૂર થાય, રોગપ્રતિરોધક શક્તિમાં વધારો, છ માસથી બાળક “સૂતધર” બને છે. સાંભળેલું યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે.
જિલ્લાની જાહેર જનતાને આ સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પનો નિઃશુલ્ક લાભ લેવા માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામના વૈધ પંચકર્મશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.