વિજાપુર તાલુકા અને જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેકેશન પૂર્ણ થતા 88 ગામની 152 પ્રાથમિક શાળા 43 માધ્યમિક શાળા આંગણવાડીઓ કોલેજોની પાણી ટાંકીઓ ની તપાસ કરાઇ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા આરોગ્ય વિભાગ અને જીલ્લા આરોગ્ય વિભાગે શાળા માં વેકેશન પૂર્ણ થતાં જીલ્લા આરોગ્ય ના માર્ગદર્શન મુજબ આરોગ્ય કર્મચારી અને સુપરવાઈઝ દ્વારા કુલ 88 ગામો માં 152 પ્રાથમિક શાળા,43 માધ્યમિક શાળા તેમજ 287 આંગણવાડી,3 કોલેજ 2 આઈ ટી આઈ ની મુલાકાત લઈને કેમ્પસની સ્વચ્છતા,પીવાના પાણીની ટાંકીઓની સફાઇ તેમજ ધાબા ના છત ની સફાઈ તેમજ ધાબા પર રાખેલ પાણી ની ટાંકી ની સફાઇ તેમજ મધ્યાહ્ન ભોજન ના રસોડા ની સફાઈ તેમજ રસોડા માં વપરાતા પાણી ની ટાંકી ની સફાઈ બાબતે ની તપાસ કરવા મા આવી હતી.શાળાના આચાર્યો સાથે ચર્ચા કરીને આગામી ચોમાસા ની ઋતુ માં બાળકો મા મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ન થાય તે માટે આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી તેના માટે સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન ડો ચેતન પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર અને મુકેશ ચૌહાણ તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવ્યું હતુ