MEHSANAMEHSANA CITY / TALUKO

જિલ્લા વહીવટી તંત્ર તેમજ સમસ્ત બાસણા ગામ દ્રારા અમરપુરી આશ્રમ બાસણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

ગત રોજ અમરપુરી મહારાજ આશ્રમ બાસણા ખાતે સમસ્ત બાસણા ગામ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો શુભારંભ મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે GMERS અને આવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ સમસ્ત બાસણા ગામ દ્રારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં આજના નવ યુવાનો તેમજ વડીલો પણ રક્ત આપીને મહાદાન કરી રહ્યા છે. તેમજ મોટી હોસ્પિટલોમાં રક્તને પહોંચી વળવા માટે પહેલા ત્યાં જ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જરૂરત મંદોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાનએ મહાદાન છે અને રકતદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ શ્રી હરિભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમરપુરી મહારાજ આશ્રમ બાસણા ખાતે કરવામાં આવેલા રક્તદાન કેમ્પમાં ૧૯૧ બોટલ રક્તદાતાઓએ રક્ત આપ્યું હતું.

આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર ના દાતા શ્રી રોહિતભાઈ ચૌધરી,શંકરભાઈ ચૌધરી, ડો.વૈભવભાઈ ચૌધરી તેમજ રાજુભાઈ ચૌધરી સહિત સમસ્ત બાસણા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!