
વિજાપુર ટીંટોદણ રાવળવાસમાં યુવકને મારમારી ઇજાઓ કરતા પોલીસ મથકે ચાર સામે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીંટોદણ રાવળવાસમાં રહેતા યુવકને મહોલ્લાહમાં રહેતા અન્ય ચાર ઇસમોએ એક સંપ થઈ મારમારી માથાના પાછળના ભાગે ડાબા પગના પંજા માં ધોકાઓ વડે ઇજાઓ કરી ગડદાપાટુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે યુવકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ટીંટોદણ ગામના અજયભાઈ પ્રહલાદભાઈ રાવળ સાંજના સમયે કામ ઉપરથી ઘેરે આવ્યા હતા. તેમની પત્નીએ સવારે અગિયાર વાગે મહોલ્લાહ ના વિજયભાઈ એ બોલાચાલી કરી હતી. એવુ જણાવતા અજયભાઈ રાવળ તેમની પત્ની વિજય ભાઈ રાવળ ને કેમ મારી પત્ની સાથે બોલાચાલી કરી હતી. એવુ કહેતા વિજયભાઈ રાવળ તેમજ રમેશભાઈ રાવળ તેમજ પરબત ભાઈ રાવળ તેમજ વિષ્ણુ ભાઈ રાવળ એક સંપ થઈ ધોકા વડે અજયભાઈ રાવળને ડાબા પગે તેમજ માથાના ભાગે ઇજાઓ કરતા ઘર ગથ્થુ ઈલાજ બાદ મોડા સમય બાદ ચાર જણા વિજયભાઈ રમેશભાઈ રાવળ તેમજ રમેશભાઈ ભીખાભાઈ રાવળ તેમજ પરબત ભાઈ ઈશ્વર ભાઈ રાવળ તેમજ વિષ્ણુભાઈ જોઈતાભાઈ રાવળ સામે વસઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


