
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
ગુજરાતનાં વિકાસ કાર્યો, પ્રવાસન સ્થળો અને ઐતિહાસિક વારસાને જાણવા માટે કેરળથી આવેલા મહિલા પત્રકારોએ ગત રોજ મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતમોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.ગાઈડ જીતેન્દ્રસિંહ સોલંકી પાસેથી આ પ્રતિનિધી મંડળને મંદિરનો ઈતિહાસ, તેની બાંધણી, શિલ્પાકૃતીઓ અને તેનો અર્થ વગેરે ઝીણવટભરી માહિતી મેળવી પત્રકારો અભિભૂત થયા હતા.
ગુજરાતનાં ઐતિહાસિક વારસામાં મોખરાનું સ્થાન ધરાવતા વડનગરની પણ તેમણે મુલાકાત લીધી હતી. જ્યાં બૌધિષ્ટ મોનેસ્ટ્રી, કીર્તિ તોરણ, પ્રેરણા સંકુલ અને અમરથોર ઉત્ખન્ન સાઈટ કાર્ય ચાલે છે એ સ્થળ વગેરેની મુલાકાત કરી હતી. આ તમામ સ્થળોની તલસ્પર્શી માહિતી પુરાતત્વવિદ્ પ્રિતમ મૈઇતી, પ્રોજેક્ટ મોનીટરીંગ યુનિટ, વડનગર દ્વારા આપવામાં આવી હતી. ગુજરાતનાં પુરાતત્વ સ્થળની મુલાકાત લીધા બાદ આ વારસો વૈવિધ્ય જોવા પરિવાર સાથે આવવાની ઈચ્છા દર્શાવી હતી.





