MEHSANAVIJAPUR

વિજાપુર કોર્ટ સંકુલ ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ સંકુલમાં ભક્તિમય માહોલ સર્જાયો

વિજાપુર કોર્ટ સંકુલ ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ સંકુલમાં ભક્તિમય માહોલ સર્જાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

oppo_0
oppo_0

વિજાપુર કોર્ટ સંકુલ ખાતે બાર એસોસિયેશન મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ નિમિત્તે કોર્ટ સંકુલમાં ગરબા અને માતાજી ની આરતી અને છપ્પન ભોગ અન્નફૂટ ની પ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે સમગ્ર સંકુલમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ જજ ડી એ પટેલ અને એસ એસ અજમેરી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિજાપુર વકીલ મંડળના સભ્યો અને કોર્ટના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ સાથે મળીને માતાજીની આરતી કરી અને ગરબાની રમઝટ માણી હતી.કાર્યક્રમ બાદ માતાજીને ધરાવવામાં આવેલા છપ્પન ભોગ અન્નફૂટ ની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ઉપસ્થિત સૌ કોઈએ લીધો હતો.આ અંગે બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ રતનભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, “નવરાત્રીના પવિત્ર પર્વ પર કોર્ટના વાતાવરણમાં પણ ધર્મ અને સંસ્કૃતિનો માહોલ જળવાઈ રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકીલ મંડળ અને કોર્ટ પરિવારે સાથે મળીને આ પર્વની ઉજવણી કરી તે ખરેખર આનંદની વાત છે.”સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રતન ભાઈ દેસાઈ પિનાકીન ભાઈ દેસાઈ કપિલ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર બારોટ ધંનજય ઉપાધ્યાય તુલેશ ભાઈ અજીત ભાઇ બારોટ અને બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!