
વિજાપુર ઇદગાહ આશિયાના સોસાયટી માં રહેતી ચાર વર્ષની બાળકીએ રમજાન માસનુ રોજો રાખી લોકોને સબ્ર નો ઉદાહરણ પુરુ પાડ્યું
સૈયદજી બુખારી
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
વિજાપુર શહેરના ઇદગાહ વિસ્તાર આશિયાના સોસાયટી ખાતે રહેતા એડવોકેટ સૈયદ મોહમ્મદ હાસીમ બુખારી અને સૈયદ રુમાના અખ્તર બુખારી ની ચાર વર્ષની દીકરી સૈયદ હિબા ફાતેમા બુખારી એ રમજાન માસમાં રોજા રાખીને સમાજના લોકોને સબ્ર અને ધીરજ નો ઉદાહરણ પુરુ પાડ્યું છે.મુસ્લીમ ધર્મમાં અગીયાર વર્ષ ની ઉપર ના બાળકો ઉપર રોજા રાખવા ફરજ બને છે . ત્યારે ચાર વર્ષની માસૂમ દીકરી હિબા ફાતેમા બુખારીએ રમજાન માસ ની રાત્રી એ શહેરી અને સાંજે ઉપવાસ ખોલવા ના સમય સુધી માતા પિતા ની સતત દેખરેખ હેઠળ ઉપવાસ કર્યા હતા. અને દિવસ દરમ્યાન રોજુ રાખી પોતાની માતા સાથે રહી નમાજ પેઢીને ખુદાની બંદગી કરી સમગ્ર દેશ મા રહેતા દેશવાસીઓ માટે ખેરીયત સુખ શાંતી અમનોનો ચેન માટે દુવા કરી હતી.હાલમાં મુસ્લીમ સમાજ ના કેટલાંક યુવક યુવતીઓ રોજા રાખવા માટે ગલ્લા તલ્લા કરે છે ત્યારે આ દીકરીએ ઉનાળાની કારમી ગરમીની શરૂઆત મા રોજા રાખી સમાજના લોકોને સબ્ર નો ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.



