Rajkot: ભારતીય માનક બ્યુરો દ્વારા બી.આઈ.એસ. માર્ક ન ધરાવતા ઉત્પાદકો પર કાર્યવાહી

તા.૨૪/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
એકિટવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ, ઓમ એનર્જી ઇક્વિપમેન્ટમાં સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ટ્યુબ્સ, સોલાર વોટર હીટિંગ સિસ્ટમ સહિતનો માલ જપ્ત
Rajkot: તાજેતરમાં ભારતીય માનક બ્યુરો, રાજકોટ શાખાના અધિકારીશ્રીઓ દ્વારા બી.આઈ.એસ. માર્ક ન ધરાવતા ઉત્પાદકો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ માર્ક વિનાની સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ખાલી કરાયેલી ટ્યુબ્સ, સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટેના ઉત્પાદન અને વ્યવસાય કરતી મેટોડા સ્થિત એકિટવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓમ એનર્જી ઇક્વિપમેન્ટ કંપની ધ્યાને આવતા આ કંપનીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
એકિટવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે શોધ અને જપ્તીની કામગીરી દરમિયાન, વિવિધ પ્રકારની સંગ્રહિત પાણીની ટાંકીઓ, તમામ કાચની ખાલી કરાયેલી ટ્યુબ્સ, સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટે અલગ કદની કુલ ૧૪ ટાંકી વગેરે સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત બજાર કિંમત રૂ. ૨ લાખ છે. આ તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
જયારે એકિટવ પ્લસ મેન્યુફેક્ચરર્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે શોધ અને જપ્તીની કામગીરી દરમિયાન, વિવિધ પ્રકારની સંગ્રહિત પાણીની ટાંકીઓ, કાચની ખાલી કરાયેલી ટ્યુબ્સ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટે અલગ કદની કુલ ૫૩ ટાંકી જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂ.૭.૫ લાખ છે.
આ કાર્યવાહી કાર્યાલયના નિયામકશ્રી સત્યેન્દ્ર કુમાર પાંડે, નાયબ નિયામકશ્રી રાહુલ રાજપૂત, સહાયક મહી નિયામકશ્રી શુભમ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.
બી.આઈ.એસ. ના અધિકારીશ્રીએ ગ્રાહકોને આઈ.એસ.આઈ. માર્ક સાથે માલના લાઇસન્સ નંબર તપાસવા અને ઉત્પાદનની અધિકૃતતા ચકાસવા માટે બી.આઈ.એસ. કેર એપનો ઉપયોગ કરવાની સલાહ આપી ગ્રાહકોને ઉદ્યોગો દ્વારા આવા દુરુપયોગથી સાવધ રહેવા અને આવા કોઈપણ દુરુપયોગની જાણકારી બી.આઈ.એસ. કાર્યાલયને કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.





