MEHSANAVIJAPUR

વિજાપુર સરદાર એજ્યુકેશન સ્કૂલ કેમ્પસ ખાતે સંસ્થાએ ૧૬ માં વર્ષમાં પ્રવેશ કરતા સંગાથ ૨૦૨૫ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિજાપુર સરદાર એજ્યુકેશન સ્કૂલ કેમ્પસ ખાતે સંસ્થાએ ૧૬ માં વર્ષમાં પ્રવેશ કરતા સંગાથ ૨૦૨૫ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ સરદાર એજ્યુકેશનલ કેમ્પસ ખાતે સરદાર પબ્લિક સ્કૂલ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ અને સરદાર બી.એડ. કોલેજ તેમજ સરદાર કિડ્સ સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ “સંગાથ–૨૦૨૫” તથા સંસ્થાની ૧૬ વર્ષની વર્ષગાંઠ ની ઉજવણી નિમિત્તે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓની બહુમુખી પ્રતિભા અને સર્જનાત્મકતાનું દર્શન કરાવતા આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે સંસ્કૃતિના સમન્વયનો સુંદર ઉદાહરણ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. સી.જે. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે રાજુભાઈ એ. પટેલે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ઉપરાંત વિશેષ અતિથિ તરીકે સુરેશભાઈ પટેલ તથા જયમિન પટેલની પ્રેરણાદાયક હાજરી રહી હતી. અતિથિઓએ પોતાના ઉદબોધનમાં શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય અને આધુનિક નૃત્ય, સમૂહગીત, દેશભક્તિ આધારિત કાર્યક્રમો, નાટ્યરજુઆત તેમજ લોકસંસ્કૃતિને ઉજાગર કરતી રજૂઆતો કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની તાલીમ, શિસ્ત અને પ્રતિભા સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠી હતી. દર્શકો તરફથી વારંવાર તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ માં નાના બાળકો પણ જોડાયા હતા, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના સંચાલકો અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓ, મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!