
વિજાપુર જૂના શાક માર્કેટ નજીક બસ પર ઝાડ પડતાં મોટી દુર્ઘટના ટળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના જૂના શાક માર્કેટ વિસ્તારમાં આવેલી ધર્મશાળા સામેનું જૂનું અને જીર્ણ ઝાડ અચાનક તૂટી પડતાં પસાર થઈ રહેલી એક બસ ઉપર પડી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, પરંતુ થોડા સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આ ઝાડ અંદરથી પોલું થઈ ગયું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. અચાનક ઝાડ તૂટી પડતાં બસ ચાલક અને મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
શહેરજનો દ્વારા પાલિકા તંત્રને માંગ કરવામાં આવી છે કે જાહેર સ્થળો, બજારો અને મુખ્ય માર્ગો પર આવેલા જૂના તથા જોખમી વૃક્ષોની તાત્કાલિક તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કોઈ અણચિત દુર્ઘટના બનતા અટકાવી શકાય.




