GUJARATMODASA

અરવલ્લી જિલ્લા પંચાયતમાં સભ્યો અને ડીડીઓના ખટરાગ વચ્ચે જિલ્લા પંચાયતનું ૩૧૧ કરોડનું પુરાંત વાળું બજેટ મંજુર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા પંચાયતમાં સભ્યો અને ડીડીઓના ખટરાગ વચ્ચે જિલ્લા પંચાયતનું ૩૧૧ કરોડનું પુરાંત વાળું બજેટ મંજુર

બે દિવસ પહેલા અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ સહીત સદસ્યોં એ જિલ્લા વિકાસ અધિકારી સામે નારાજગી દર્શાવી મિટિંગમાં ન જવા અને વિવિધ કાર્યક્રમો ને લઇ બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઇ હતી જેને લઇ જિલ્લા પંચાયત સહીત જિલ્લા વાસીઓમાં ચર્ચાઓ જામી હતી કે આગામી બજેટ સમયે સદસ્યોં સહીત પ્રમુખ બજેટની સભામાં હાજરી આપશે કે નહિ ત્યારે આ સમગ્ર બાબતે પડદો ઉઠ્યો હતો અને જિલ્લા પંચાયતની બજેટ માટેની સામાન્ય સભા યોજાઈ હતી નારાજગી વચ્ચે જિલ્લાના કામોના હિતમાં બજેટની બેઠકમાં સભ્યોએ હાજરી આપી હતી અને જે બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની સમજાવટ બાદ સભ્યોએ હાજરી આપી હતી જેમાં જી.પં.પ્રમુખ,ઉપપ્રમુખ,ચેરમેન સહિત ૨૦ થી વધુ સભ્યો હાજર રહ્યા હતા માર્ચ એન્ડીંગની અંતિમ તારીખોને લઈ બજેટ બેઠકમાં હાજરી અપાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ડીડીઓ સામે નારાજગીના મુદ્દા સાથે લડવા સભ્યો કટિબદ્ધ હોવાનું પણ જાણવા મળ્યું હતું  જિલ્લા DDO સામે બદલી સહિતના મનસ્વી વહીવટનો છે ગંભીર આક્ષેપ કરેલા છે. બીજી તરફ પ્રમુખ તેમજ સદસ્યોં ની નારાજગી  સહિતના મુદ્દા અંગે ચર્ચા કરી નિવેડો લવાશે તેવો ડીડીઓ જણાવ્યું હતું સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું ૩૧૧ કરોડનું પુરાંત વાળું બજેટ મંજુર કરાયુ હતું જેમાં કુલ ૧૦૦૧ કરોડના ખર્ચ સામે ૧૩૧૨ કરોડ આવક થઈ જાહેર કરાઈ હતી

Back to top button
error: Content is protected !!