MEHSANAVIJAPUR

વિજાપુર ટેચાવા ગામે પશુ ચરાવવા ગયેલ આધેડ ને ઊંડા ધરા વાળા પાણી મગરે પગ ખેંચી લેતા સવારે લાશ મળી

વિજાપુર ટેચાવા ગામે પશુ ચરાવવા ગયેલ આધેડ ને ઊંડા ધરા વાળા પાણી મગરે પગ ખેંચી લેતા સવારે લાશ મળી


  • લાડોલ પોલીસ ને જાણ કરવામાં આવતા સ્થળે પોહચી
    વાત્સલ્યમ સમાચાર
    સૈયદજી બુખારી વિજાપુર
    વિજાપુર ટેચાવા ગામે ગામે પશુ ચરાવવા ગયેલ આધેડ ની ઘણી શોધખોળ બાદ રવિવારે સવારે સાત વાગે ઊંડા પાણીના ધરા પાસેથી મગરે પગ ખેચેલી હાલતમાં મળી આવતા લોકો ભારે ચકચાર જાગી છે આ બાબતની જાણ લાડોલ પોલીસ ને કરવામાં આવતા સ્થળે આવી પોહચી હતી. લાશનો કબ્જો લઈ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહીતી મુજબ ટેચાવા ગામના પશુપાલન નો ધંધો કરી કુટુંબ નું ગુજરાન ચલાવતા ચૌહાણ બકાજી ફતાજી શનિવારે સીમ માં પશુ ચરાવવા ગયા હતા. પશુ ચરાવતા હતા. તે સમયે ગામના નજીક આવેલ ઊંડા પાણીના ધરા પાસે પડેલા વરસાદના કારણે પાણી ના ઊંડા ધરા માંથી બહાર આવેલ મગરે પશુ નો પગ ખેંચી લેતા તેને બચાવવા ગયેલ બકાજી ચૌહાણ નામના આધેડનું મગર પગ ખેંચે લઈ જતા તેઓ ઘેર મોડી સાંજ સુધી આવી નહીં શકતા પરીવારે શોધખોળ કરી હતી શોધખોળ બાદ રવિવારે સવારે બકાજી ની લાશ મગરે પગ ફાડી ખાધેલ હાલતમાં ઊંડા પાણી ના ધરા પાસેથી મળી આવી હતી. ગ્રામજનો ને જાણ થતાં લોકો ભેગા થયા હતા. પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળે પોહચી લાશ ને પીએમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી.

  • Back to top button
    error: Content is protected !!