MEHSANAVIJAPUR

વિજાપુર હ્યુમન રાઇટ ના સભ્યો દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર કડક પ્રતિબંધ માટે મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું

વિજાપુર હ્યુમન રાઇટ ના સભ્યો દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર કડક પ્રતિબંધ માટે મામલતદારને આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉતરાયણ પર્વ દરમ્યાન ચાઈનીઝ દોરીના વધતા ઉપયોગથી અબોલ પક્ષીઓ તેમજ રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને થતી ગંભીર ઇજાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવા સંદર્ભે હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા મામલતદાર કચેરી ખાતે સંસ્થા ના પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહી ને મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરી આ મુદ્દે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.. સંસ્થા ના નેશનલ પ્રેસિડેન્ટ તેજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડાની આગેવાનીમાં સંસ્થાની ટીમ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ લાદવા માંગ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિમંડળમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અરવિંદસિંહ ચાવડા, તાલુકા પ્રમુખ બળદેવસિંહ બારડ, શહેર પ્રમુખ મહેન્દ્ર શર્મા, અમિતભાઈ ઓઝા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક પક્ષીઓ મોતને ભેટે છે તેમજ રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકો ગંભીર રીતે ઘાયલ થાય છે. આવા દુર્ઘટનાઓને અટકાવવા માટે ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.
મામલતદાર અતુલ સિંહ ભાટીને આવેદનપત્ર પાઠવી સંસ્થાએ પ્રશાસન તરફથી યોગ્ય કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!