MEHSANAVIJAPUR

વિજાપુરમાં 5 માસ પૂર્વે સીઝ કરાયેલા ચોખા-ઘઉંના જથ્થામાં ભેળસેળની પોલખોલ હિંમતનગરના વેપારી સામે પોલીસ ફરીયાદ નોંધાઈ

વિજાપુરમાં 5 માસ પૂર્વે સીઝ કરાયેલા ચોખા-ઘઉંના જથ્થામાં ભેળસેળની પોલખોલ
હિંમતનગરના વેપારી સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદારે પાંચ મહિના અગાઉ ગ્રાન્ડ બંસરી હોટલ પાછળ આવેલા ખાનગી ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન સીઝ કરાયેલા ચોખા અને ઘઉંના જથ્થાની લેબોરેટરી રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા બાદ વેપારી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી છે.માહિતી પ્રમાણે, તત્કાલીન મામલતદારની ટીમે ખાનગી ગોડાઉનમાં 10,600 કિલો ઘઉં, 25,415 કિલો સાદા ચોખા અને 4,140 કિલો તેલી ચોખો મળી કુલ રૂ. 24,88,845નો જથ્થો સીઝ કર્યો હતો. ગોડાઉન હિંમતનગરના સોહિલ નિજામુદ્દીન રાણાવાડીયા દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું, જે અનાજ લઈ-વેચીનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું હતું.મામલતદારની તપાસ દરમિયાન વેપાર માટે જરૂરી દસ્તાવેજો, ગોડાઉન ઉપયોગના પુરાવા, સ્ટોક રજીસ્ટર તથા જાહેર સ્ટોકની વિગતો રજૂ ન થતાં શંકા ઉભી થઈ હતી. સાથે જ જથ્થો પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક પણ સીઝ કરવા માં આવ્યો હતો.સીઝ કરાયેલા અનાજના નમૂનાઓ પુરવઠા નિગમ, ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.
જેના રિપોર્ટ ઘઉંનો નમૂનો એફએસએસએઆઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે પાસ થયો ફોર્ટિફાઇડ ચોખાનો નમૂનો પણ સ્ટાન્ડર્ડ મુજબ પાસ પરંતુ ચોખામાં ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ્સ (FRK) દાણા મળી આવ્યા,
જે અનુચિત ભેળસેળની સંભાવનાઓ જણાઈ આવતા અતુલસિંહ ભાટીએ ગોડાઉન માં માલનો સંગ્રહ કરનાર વેપારી સોહિલ રાણાવાડીયા સામે ગુજરાત ચીજવસ્તુઓના વેપારીઓ હુકમ–1977, તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ–1955ની કલમ 3 અને 7 હેઠળ વિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. મામલતદાર ની કાર્યવાહી ને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનાજ ભેળસેળ અને કાળા બજારખોરી કરતા વેપારીઓ માં સોપો પડ્યો છે.

Back to top button
error: Content is protected !!