MEHSANAVIJAPUR

વિજાપુર ના કસ્બા સાંથ બજાર માં રહેતા છ વર્ષના બાળકે રમજાનનો રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું ઉદાહરણ પૂરું પાડ્યું

વિજાપુર ના કસ્બા સાંથ બજાર માં રહેતા છ વર્ષના બાળકે રમજાનનો રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું ઉદાહરણ પૂરું પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર ના સાંથ બજાર કસ્બા વિસ્તારમાં રહેતા અઝહરુદ્દીન નિઝામુદ્દીન સૈયદ અને માતા શહના બાનું અઝહરુદ્દીન સૈયદ નો દીકરો મુહમ્મદ અલી સૈયદે (ઉંમર વર્ષ 6 )એ ચાલુ વર્ષે પવિત્ર રમજાન માસ દરમિયાન રોજો રાખી સૌનું ધ્યાન આકર્ષ્યું છે.રોજો અને નમાજ સાથે નાની ઉંમરે ઉત્સાહ અને શ્રદ્ધાભાવે રોજો રાખી ધૈર્ય, સબર અને ધાર્મિક ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોજા દરમિયાન આ છ વર્ષીય મુહમ્મદ અલી સૈયદે રોજા નમાજ અલ્લાહ ની બંદગી કરી રોજો ખુશી અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કર્યો હતો.
આ પ્રસંગે પરિવારજનોમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી. સમાજના અને પરિચિતોએ મુહમ્મદ અલી સૈયદ ને આ ધાર્મિક સંકલ્પ અને નિષ્ઠાની પ્રશંસા કરી, અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!