
વિજાપુર ના કસ્બા માં રહેતા છ વર્ષના બાળકે રમજાનનો રોજો રાખી લોકોને ધૈર્ય અને સબરનું ઉદાહરણ પૂરું પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર ના સાંથ બજાર કસ્બા વિસ્તારમાં રહેતા અઝહર હુસેન યાકુબ મીયા સૈયદ અને માતા આફરીન બાનું અઝહર હુસેન સૈયદ નો દીકરો અફઝલ હુસેન સૈયદે (ઉંમર વર્ષ 6 )એ ચાલુ વર્ષે પવિત્ર રમજાન માસ દરમિયાન રોજો રાખી સૌનું ધ્યાન આકર્ષ્યું છે.રોજો અને નમાજ સાથે નાની ઉંમરે ઉત્સાહ અને શ્રદ્ધાભાવે રોજો રાખી ધૈર્ય, સબર અને ધાર્મિક ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોજા દરમિયાન આ છ વર્ષીય અફઝલ હુસેન સૈયદે રોજા નમાજ અલ્લાહ ની બંદગી કરી રોજો ખુશી અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કર્યો હતો.
આ પ્રસંગે પરિવારજનોમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી.




